Mari Kalam Na Aansu - મન થી મન સુધી પોહોચવા નો પ્રયાસ

Mari kalam na aansu,Uncategorized,કવિતા,પ્રાર્થના

August 24, 2012

તો તેમાં શું ખોટું છે

Tags: , , , , ,

ભીડ માં ઉભો ના રહી પ્રભુ હું,
એકાંત માં તને પ્રાર્થી લવ તો તેમાં શું ખોટું છે..

દર્શન કાજ હું મંદિરે ન આવું  પ્રભુ હું,
સર્વ માં તને દર્શી લવ તો તેમાં શું ખોટું છે..

ભલે નત નવીન ભોગ ના ચડાવું પ્રભુ હું,
ચળાવવા ને માત્ર થોડો પ્રસાદ ચડાવું તો તેમાં શું ખોટું છે..

ભલે કરું ન દીવા-ધૂપ પ્રભુ હું,
દુઃખ અને સુખ માં તને સ્મરણી લવ તો તેમાં શું ખોટું છે..

અજબ તમાસો ચાલુ છે જગત માં અંધ-શ્રધા નો પ્રભુ હું,
માત્ર તુજ માં શ્રધા રાખી નિરંતર વહ્યા કરું તો તેમાં શું ખોટું છે..

પાપ અને પુણ્ય ના શ્લોક ગાયા વગર પ્રભુ હું,
મૂંગો રહી સરગમ ગૂંથ્યા કરું તો તેમાં શું ખોટું છે..

From:-
[મારી કલમ ના આંસુ....!!!] Neet

Mari kalam na aansu,કવિતા

August 11, 2011

રેવાદે

Tags: , , , , , , , , , ,

ઈચ્છે જો તૂ તો હૂ અવકાસ માથી ઉતરી વરસાદ બની વર્ષીસ
તૂ માત્ર ભીંજાઈ તલબોર્ બન મુજ મા, મારા જલ-બિંદુઓ ની ગણતરી કરવા નુ રેવાદે

હસે જો તૂ તો તારા હોઠે થી સ્મિત બની ઉતરીસ
તૂ આમ રોઈ-રોઈ મને આંસુ રૂપી વેડફવા નુ રેવાદે

ખિલીસ જો તૂ તો હૂ સોનેરી સુંગદ બની મેહકિસ
તૂ આમ ડાળીયે-ડાળીયે  મને ગોતવા નુ રેવાદે

ચાલે જો તૂ તો હૂ રસ્તો બની પથરાઈ બેસીસ
તૂ આમ ખરબચડો મારગ સમજી મને તારવવા નુ રેવાદે

લખે જો તૂ તો હૂ શબ્દો રૂપી કવિતા બની ઉતરીસ
તૂ આમ મારા શબ્દો ના અવલોકન મા ઉલજ્વા નુ રેવાદે

વિચારે જો તૂ તો હૂ હકીકત બની ઉભરીસ
તૂ આમ અમુક હકીકતો નાપરિણામ વીસે વિચારવા નુ રેવાદે

મેહસૂસ કરે જો તૂ ઉજાસ મા તો હૂ પણછાયો બની સાથે ચાલીસ
તૂ આમ ખુદ ને વીવશ સમજી અંધારા મા ચાલવા નુ રેવાદે

આપ ભલે ચાંદની આ ચંદ્રમા ની હૂ જર્જરિત તારો બની આસ-પાસ ચમકિસ
તૂ આમ દર મહિના ની અમાસે ખુદ ને ગાયબ કરવા નુ રેવાદે

બસ તૂ અમૃતિ હેત બની વહ્યા કર નદી વહેણ મા, હૂ કિનારો બની સાથ આપીસ
તૂ આમ સાગર મળતા તેના નિર મા ભળવાનુ રેવાદે

ભલે તુજ પાસે હોવ ક ન હોવ હૂ હંમેસ સ્વાસ બની “  નિત્ત “ અંતર મા પ્રસરીસ
તૂ આમ આંગળી ઑ ના વેઢે તારા થી મારા સુધી નુ માપ કાઢવા નુ રેવાદે

From:-
[મારી કલમ ના આંસુ....!!!] Neet

Mari kalam na aansu

August 5, 2011

વધારે સારુ

Tags: , , , , ,

અભિમાન તમારા રૂપ નુ કરો ઍ સારુ…
પણ તમારી આત્મા નુ કરો તે વધારે સારુ…

પોતાના ને મદત કરો ઍ સારુ…
ક્યારેક કોઈ પારકા ની મદત કરો તે વધારે સારુ..

લાગણી ઑ બોલતા માણસો સાથે કરો ઍ સારુ….
પણ અમુક સારી લાગણીઓ મૂંગા પ્રાણી ઑ સાથે બાંધો ઍ વધારે સારુ…

ભલે તમે કોઈ ના સુખ મા ભાગ્યરથી બાનો ઍ સારુ
પણ ક્યારેક કોઈ વાર કોઈ ના દુ:ખ ના ભાગીદાર બાનો ઍ વધારે સારુ..

દેખી ને સવ કરે વ્યવહાર આ જગત મા ઍ સારુ
ક્યારેક વણ-દીઠો વ્યવહાર કરો તે વધારે સારુ.

નાચીઝ ” નિત્ત “ કોણ નક્કી કરવા  વાળો કે  શુ સારુ ને સુ વધારે સારુ…
હુ તો માત્ર સબ્દો ની ગોઠવણી કરી, મારી કલમ ના આંસુ ઑ ને શણગારૂ

જો કોઈ સમજે તો સારુ અને ઊડાંણથી સમજે તો વધારે સારુ….

From:-
[મારી કલમ ના આંસુ....!!!] Neet

Mari kalam na aansu,કવિતા,કવિની કલમ

July 31, 2011

હંમેશ માટે

Tags: , , , , , ,

અવસર મળ્યો છે આજ સ્નેહ ભરી  નિહાળી લેવા દયો  ક્ષણ માટે
આવનારા સમય મા પાપણ ની પ્રીત વધી જાઇ અને આંખ મિચાઈ જાઇ હંમેસ માટે

ચંચલ બની બેઠુ છે મન ઘડીક હસે છે તો કારણ વગર રડે છે કોઈ જીદ માટે
બે ચાર મન ની વાત કરુ છુ ક્યાક્ પાગલ ના સમજી બેસે જમાનો મને હંમેસ માટે

ડોલ્તી જોયી છે મે ઍ વહેણ ધાર નદી નિર મા સમાવા માટે
ડરર લાગે છે આજ કોઈ પતડી પાર ના બાંધી બેસે હંમેસ વહેણ ધારા માટે

બની જાવ માત્ર સ્વાસ આ નિરંતર હવા સાથે આસ પાસ રાહુ બસ આજ માટે
અચાનક દિશા બદલી  હવા ઍ અને હૂ દુર થઈ ગયો હંમેસ માટે

અપેક્ષા ઓ વધતી નિહાળુ છુ કે હવે ઍ ફરી આવસે માત્ર મારા માટે
કલ્પના મા ને કલ્પના મા જાખપ આવી ગઈ નજર મા હવે માત્ર આશ રહી હંમેસ માટે

ઘણા ખરા પુરાવા બન્યો છુ સાબિત કરવા ખુદ ને તારા માટે
મને સૂ ખબર હતી કે ઝાલીમ છે સાથ આપનારા બાળી નાખસે મને હંમેશ માટે

આજ તો રોઈ બેસુ આ વરસાદ મા ના જાણી સકે તુ આ આંસુ ઑ ને સારા માટે
કારણ કે તને ઉદાસ ના જોઈ સકુ ને અંતે ટપકી ના પડું તારી આંખો માથી હુંમેસ માટે

બોવ અંધારુ લાગે છે આંખો મિચાયા પછી,અંદર જાંખી જોયુ મે તારા માટે..
તુ જીવ રૂપી મીણબતી સળગાવ,
જ્યોત બની રૂહ ને સણગાર, ” નિત્ત “ પીગળે છે ધીરે ધીરે હંમેસ માટે….

From:-
[મારી કલમ ના આંસુ....!!!] Neet

Mari kalam na aansu

July 24, 2011

ઍ ક્યા ખબર હતી તમને

Tags: , , , , , , , ,

અપેક્ષા ઓ થી ભરેલા જીવન રૂપી દરિયા મા,
કોઈ મોઝુ લાગણી નુ હસે…ઍ ક્યાખબર હતી તમને….

નાવ તો ઉભી હતી વગર નાવિક મધ-દરિયા મા,
કોઈ કિનારે પછડાઈ તડપતુ હસે…ઍ ક્યા ખબર હતી તમને….

ઝારી તો ખુબ વીટી ફેરવવા ને જગત તણા ગરીયા મા,
કોઈ તમારુ ફરી-ફરી ઘસાતુ હસે…ઍ ક્યા ખબર હતીતમને….

ડર લાગે છે આજ તમને ભીંજાતા અતિ અપાર વરસાદ મા,
કોઈ વગર વરસાદે આંસુ થકી ભીંજાતુ હસે…ઍ ક્યા ખબર હતી તમને….

હાસ્ય બની બેઠુ છે જીવતર, માત્ર ધન-દોલત ને પામવા મા,
કોઈ તમને અમુલ્ય-ખજાનો માનતુ હસે…ઍ ક્યા ખબર હતીતમને….

રચો છોવ નત-નવીન સ્વપ્ન, સર્વોચ સ્થાન સાધવા મા
કોઈ ક્ષણ હકીકત બની રાહ જોતુ હસે..ઍ ક્યા ખબર હતી તમને….

વિશ્વાસુ નથી આ દુનિયા, બસ જીવ ખુટતા બાળી દેસે સમસાન મા,
કોઈ પ્રીતળી સાથે-સાથે બળતી હસે…ઍ ક્યા ખબર હતી તમને….

શબ્દો તો લખી નાખો છો ” નિત્ત “, કલમ બોળી-બોળી હેત શાહી મા,
કોઈ અક્ષરો ના વણાંક મા વારંવાર વળતુ હસે…ઍ ક્યા ખબર હતી તમને….

From:-
[મારી કલમ ના આંસુ....!!!] Neet